Sunday - Jul 26, 2026

મોરબીમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર હારજીતના સોદા કરનાર સટોડીયો ઝડપાયો

મોરબીમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર હારજીતના સોદા કરનાર સટોડીયો ઝડપાયો

મોરબી : મોરબી સીટી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર ચોકડી પાસે મોબાઈલ ફોનમાં ઓનલાઈન ગુરુ એપ્લિકેશનમાં લાઈવ મેચ નિહાળી ગુજરાત ટાઈટન અને રોયલ ચેલેન્જર બેંગલુરુની ટીમ વચ્ચે રમાયેલ આઇપીએલ ક્રિકેટ મેચ પર હારજીતના સોદા કરી રહેલા આરોપી અજય શામજીભાઈ જીંજવાડિયા ઉ.27 રહે.ત્રાજપર ઝાપા પાસે, મોરબી વાળાને પોલીસે રોકડા રૂપિયા 1150 તેમજ 15 હજારની કિંમતના મોબાઈલ સહિત 16,150 સાથે ઝડપી લીધો હતો.આરોપીની પૂછતાછમાં રવિ ઉર્ફે માસ વરાણીયા રહે.ત્રાજપર વાળા સાથે મેચના સોદા કરતો હોવાની આરોપીએ કબૂલાત આપતા બન્ને વિરુદ્ધ પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.