Tuesday - Jun 02, 2026

વાંકાનેરમાં બે બાઈક વચ્ચેની ટક્કરમાં એક બાઈક ચાલકે જીવ ગુમાવ્યો

વાંકાનેરમાં બે બાઈક વચ્ચેની ટક્કરમાં એક બાઈક ચાલકે જીવ ગુમાવ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા નજીક આવેલ પલાસ ચોકડી પાસે ગત તા.31ના રોજ જીજે - 36 - એએન - 2416 નંબરનું બાઈક લઈને જઈ રહેલા તરુણ ભીખાલાલા ચાવડા રહે.લુણસર ગામ વાળાને સામેથી આવતા જીજે - 13 - બીએલ - 4283 નંબરના બાઈક ચાલકે વાહન ઓવરટેક કરતી વખતે પુરપાટ ઝડપે પોતાનું બાઈક ચલાવી હડફેટે લેતા તરુણ ભીખાલાલ ચાવડાને મોઢા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પિતા ભીખાલાલ ત્રિભોવનભાઈ ચાવડાએ અકસ્માત સર્જનાર બાઈક ચાલક દશરથ વિનાભાઈ કોળી રહે.મંડળાસર તા.થાન, જિલ્લો સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.