Sunday - May 03, 2026

મોરબીના શનાળા રોડ ઉપર સ્પાના ઓઠા હેઠળ ધમધમતું કુટણખાનું ઝડપાયું

મોરબીના શનાળા રોડ ઉપર સ્પાના ઓઠા હેઠળ ધમધમતું કુટણખાનું ઝડપાયું

મોરબીમાં સ્પાના ધંધાના નામે બહારથી લલનાઓ બોલાવી ગ્રાહકોને શરીરસુખની સુવિધા આપતા વધુ એક સ્પામા દરોડો પાડી પોલીસે કુટણખાનું ઝડપી લઈ એક આરોપીની ધરપકડ કરી હતી.

મોરબીના શનાળા રોડ ઉપર ધર્મેન્દ્ર પ્લાઝા નામના બિલ્ડીંગના ત્રીજા માળે આવેલ સ્કાયવર્લ્ડ નામના સ્પામા અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા આરોપી સંજય આપાભાઈ ગરચર ઉ.42 રહે.લીલાપર રોડ, ઓમકાર રેસિડેન્સી નામનો શખ્સ પોતાના સ્પામાં બહારથી રૂપલલનાઓ બોલાવી ગ્રાહકોને શરીરસુખ માણવા માટે સુવિધા પૂરું પાડતો હોવાનું સામે આવતા પોલીસે સ્પાના નામે ચાલતું કુટણખાનું પકડી પાડી આરોપીના કબ્જામાંથી રોકડા રૂપિયા 8000, એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 તેમજ કોન્ડમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેંશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.