મોરબી/હળવદ: વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગદળ દ્વારા મોરબી અને હળવદ પ્રખંડ દ્વારા શ્રદ્ધાંજલિ સ્વરૂપે રક્તદાન શિબિર અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો ખાસ કરીને શ્રી રામજન્મભૂમિ મુક્તિ આંદોલનની પ્રથમ કારસેવામા તત્કાલ સરકાર દરમિયાન ગોળીબારમાં શહીદ થયેલા કારસેવકોની યાદમાં યોજવામાં આવ્યો છે.
મોરબીમાં રક્તદાન શિબિર
આયોજક: વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્ય.
તારીખ: રવિવાર, તા. ૨-૧૧-૨૦૨૫.
સમય: સવારે ૯:૦૦ કલાકથી બપોરે ૧:૩૦ કલાક દરમિયાન.
સ્થળ: સંસ્કારધામ બ્લડ બેંક, જી.આઈ.ડી.સી. મેઈન રોડ, મોરબી.
હળવદમાં રક્તદાન અને એમ્બ્યુલન્સ લોકાર્પણ
આયોજક: વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ હળવદ પ્રખંડ.
તારીખ: શનિવાર, તા. ૧-૧૧-૨૦૨૫.
સમય: સવારે ૯:૦૦ કલાકથી બપોરે ૧:૩૦ કલાક સુધી રક્તદાન શિબિર.
કાર્યક્રમ: રક્તદાન શિબિર ઉપરાંત જાહેર જનતાની સેવા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવશે.
વિશેષ: બપોરે ૧૨:૩૦ કલાકે સ્વરૂચિ ભોજન સમારંભનું પણ આયોજન કરાયું છે.
સ્થળ: લુહાણા મહાજન વાડી, હળવદ.
વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ દ્વારા જાહેર જનતાને આ કાર્યક્રમોમાં રક્તદાન કરીને સહભાગી થવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.