મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર પ્રેમજીનગર નજીક ગત તા.6ના રોજ જીજે - 36 - એએસ - 8758 નંબરનું બાઈક લઈને જઇ રહેલા મુકેશભાઈ વાઘજીભાઈ સોલંકી ઉ.વ.43ને જીજે - 36 - એક્સ - 5006 નંબરના ટ્રક ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં મુકેશભાઈનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના નાનાભાઈ કિશોરભાઈ વાઘજીભાઈ સોલંકી રહે.ધરમનગર, ગાંધીગ્રામ, રાજકોટ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.