Sunday - May 03, 2026

હળવદના શિવપુર નજીક કારની ઠોકરે બાઈક ચાલકનું મોત

હળવદના શિવપુર નજીક કારની ઠોકરે બાઈક ચાલકનું મોત

હળવદ : હળવદ તાલુકાના શિવપુરથી ચેપાકુંવા રોડ પર ગત તા.14મા રોજ જીજે - 36 - ટી - 1477 નંબરની સ્કોર્પિયો કારના ચાલકે જીજે - 36 - એચ - 9116 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મેહુલભાઈ રમેશભાઈ દંતેસરિયાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મેહુલભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ કિશનભાઈ રમેશભાઈ દંતેસરિયા રહે.જામસર તા.વાંકાનેર વાળાએ સ્કોર્પિયો કારના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.