Sunday - May 03, 2026

સરતાનપર નજીક કારખાનામાં કિલન પર ચડી વેલ્ડીંગ કામ કરતા યુવાનનું નીચે પટકાતા મોત

સરતાનપર નજીક કારખાનામાં કિલન પર ચડી વેલ્ડીંગ કામ કરતા યુવાનનું નીચે પટકાતા મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ સેપલ ટાઇલ્સ ફેકટરીમાં કિલન પર ચડી વેલ્ડીંગ કામ કરી રહેલા મૂળ બિહારના વતની અને હાલમાં લાલપર ગામની સીમમાં આઈબી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા જુમ્માભાઈ હજરતભાઈ બૈઠા ઉ.25 કિલન પર 15 ફૂટની ઉંચાઈ પરથી ગત તા.11ના રોજ નીચે પટકાતા ગંભીર ઇજાઓ થવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.