મોરબી : મોરબી તાલુકાના નવા સાદુંળકા નજીક આવેલ ક્લોરીસ કોટિંગ નામની ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા મોહનકુમાર રામકુમાર યાદવ ઉ.30 નામનો યુવાન ફેકટરીમાં કામ કરતો હતો ત્યારે ચાલતા - ચાલતા પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.