110 વાહનો ડિટેઇન, રોંગ સાઈડ, ઓવર સ્પીડના 55, નડતરરૂપ પાર્ક કરેલા 56, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 10, બ્લેક ફિલ્મ 167 સામે દંડનીય કાર્યવાહી
મોરબી : મોરબીમાં ટ્રાફિક સમસ્યા વધી રહી હોય આ ટ્રાફિક સમસ્યા હળવી કરવા વારંવાર પોલીસ ટ્રાફિક ડ્રાઈવ કરી રહી હોય ત્યારે ફરી સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ કરીને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 968 જેટલા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી છે. જેમાં 110 વાહનો ડિટેઇન, રોંગ સાઈડ, ઓવર સ્પીડના 55, નડતરરૂપ પાર્ક કરેલા 56, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 10, બ્લેક ફિલ્મ લગાવેલ 167, નંબર પ્લેટ નિયમ ભંગના 241, ચાલુ વાહને ફોનના 115, સીટ બેલ્ટ 166, તાલપત્રી ન ઢાંકેલ હોય તેવા 48 વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો.
મોરબી જિલ્લામાં સમગ્ર જિલ્લા પોલીસ ટીમ દ્વારા 25થી 29 જુલાઈ સુધી સ્પેશીયલ વાહન ચેકિંગ રાખી ટ્રાફિકના નિયમોનું પાલન અંગે વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન HSRP નંબર પ્લેટ વગર, ફેન્સી, તુટેલી નંબર પ્લેટ, ડાર્ક ફીલ્મ, શીટ બેલ્ટ, ચાલુ વાહને ફોનનો ઉપયોગ તથા ડ્રન્ક એન્ડ ડ્રાઇવ તથા વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ રોંગ સાઇડ, ફૂલ સ્પીડથી વાહનો ચલાવતા ચાલકો વિરૂધ્ધ BNS કલમ-૨૮૧ મુજબ કુલ-૫૫ ગુના, અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ BNS કલમ-૨૮૫ મુજબ કુલ-૫૬ ગુના, નશો કરી વાહન ચલાવતા વાહન ચાલક વિરૂધ્ધ એમ.વી.એક્ટ-૧૮૫ મુજબના ૧૦ ગુના નોંધી એમ.વી.એકટ ૨૦૭ મુજબના ૧૧૦ વાહન ડીટેઇન કરવામાં આવ્યા હતા. બ્લેક ફીલ્મ લગાવેલ ૧૬૭ કાર ચાલકો, HSRP નંબર પ્લેટ વગર/ફેન્સી/તુટેલી નંબર પ્લેટવાળા ૨૪૧ વાહન ચાલકો, ચાલુ વાહને ફોનનો ઉપયોગ કરનાર ૧૧૫ ચાલકો, શીટ બેલ્ટનો ઉપયોગ ન કરનાર ૧૬૬ વાહન ચાલકો, વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે ૪૮ કેસો કરી આ વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન કુલ-રૂ.૫૯૨૪૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.