Friday - Jul 17, 2026

મકનસર ગામે રહેણાંકમાંથી 94 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મકનસર ગામે રહેણાંકમાંથી 94 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ અને એલસીબી ટીમે વિદેશી દારૂ અંગેના બે અલગ અલગ દરોડામાં ઘુંટુ ગામ નજીકથી રેઢી હાલતમાં પડેલી ક્રેટા કારમાંથી 48 બોટલ તેમજ મકનસર ગામે રહેણાંકમાંથી વિદેશી દારૂની 48 બોટલ દારૂ ઝડપી લીધો હતો.

પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ઘુંટુ ગામની સીમમાં રામકો સોસાયટીમાંથી જીજે - 36 - એલ - 4202 નંબરની રેઢી હાલતમાં પડેલી ક્રેટા કારમાંથી વિદેશી દારૂની 48 બોટલ કિંમત રૂપિયા 26,976 કબ્જે કરી 10 લાખની ક્રેટા સહિત 10,26,976નો મુદ્દામાલ કબ્જે કરી કાર નંબરના આધારે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

જ્યારે બીજા દરોડામા મોરબી એલસીબી પોલીસે મકનસર ગામે હિમાલયા કારખાના નજીક સ્કાય સિરામિક પાસે આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનમાં રેહેલા કબાટના ચોરખાનામાં આરોપી યાસીન ઉર્ફે રૂસ્તમ યુનુસભાઈ ખલીફાએ છુપાવેલ વિદેશી દારૂની 94 બોટલ કિંમત રૂપિયા 57,908 મળી આવી હતી. વધુમાં આરોપીએ વિદેશી દારૂનું આ જથ્થો આરોપી કેતન ઉર્ફે મલમ પરમાર રહે.થાનગઢ વાળાએ ઇકો કારનાં ચાલક વનરાજસિંહ મારફતે મોકલ્યો હોવાનું કબુલતા એલસીબી ટીમે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી