મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં દરોડો પાડી આરોપી રાજદીપસિંહ દવેરાની જીજે - 01 - આરસી - 8732 નંબરની સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી વિદેશી દારૂની 108 બોટલ કિંમત રૂપિયા 75,186 કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી રાજદીપસિંહ દવેરા હાજર નહિ મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી રૂપિયા 3,75,186નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.