Sunday - Jul 19, 2026

સજ્જનપર ઘુનડા રોડ પર શ્યામવિલામાં જુગાર રમતા 9 આરોપીઓ રૂ. 24.30 લાખ સાથે ઝબ્બે

સજ્જનપર ઘુનડા રોડ પર શ્યામવિલામાં જુગાર રમતા 9 આરોપીઓ રૂ. 24.30 લાખ સાથે ઝબ્બે

જુગાર કબલ પર રેન્જ આઈજીની ટીમના દરોડાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા

મોરબી  : ટંકારા તાલુકાના સજ્જનપર - ઘુનડા રોડ પર આવેલ શ્યામવિલા રો હાઉસ બંગલામાં ધમધમતા જુગારધામ પર ગત રાત્રીના કચ્છ રેન્જ આઈજીની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન 9 આરોપીઓ 24.30 લાખની રોકડ તેમજ બે કાર અને મોબાઈલ સહિત 44.76 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.મહત્વનું છે કે, આ જુગાર દરોડા બાદ સમગ્ર તપાસ એલસીબી ટીમને સોંપવામાં આવી છે.

સજ્જનપર ઘુનડા રોડ પર શ્યામવિલામાં જુગાર રમતા 9 આરોપીઓ રૂ. 24.30 લાખ સાથે ઝબ્બે

કચ્છ બોર્ડર રેન્જ આઈજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારા તાલુકાના સજ્જનપર ઘુનડા ગામની સીમમાં આવેલ શ્યામવિલા બંગલા નંબર 3મા આરોપી દેવશંકર હિંમતલાલ શિતાણી રહે.પંચાસર રોડ મોરબી વાળો બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી જુગાર રમાડી રહ્યો છે. સચોટ બાતમીને આધારે રેન્જ આઈજીની ટીમે રાત્રીના સમયે દરોડો પાડતા શૈલેષભાઇ લક્ષ્મણભાઇ માકાસણાના બંગલા નંબર 3મા આરોપી હાર્દિક લાભુભાઈ માકાસણા રહે.ચરાડવા, જયેશ કાનજીભાઈ પડસુંબિયા રહે.પ્રમુખ સોસાયટી,પંચાસર રોડ, મોરબી, ઉત્તમ દલસુખભાઈ ધૂમલિયા રહે.કુબેર સોસાયટી, મોરબી, નરોત્તમ વિરજીભાઈ ઠુમર રહે.વિવેકાનંદ સોસાયટી, રવાપર રોડ, મોરબી, અરવિંદ મોહનભાઇ ભીમાણી રહે.ગજાનંદ સોસાયટી, ધ્રોલ, જી.જામનગર, રાજેશ કરશનભાઇ ભીમાણી રહે.નેસડા સુરજી, ચેતન ધીરજલાલ ચીકાણી રહે.શક્તિ સોસાયટી, મોરબી, જીજ્ઞેશ ડાયાભાઇ કાચરોલા રહે.ન્યુ ચંદ્રેશનગર, મોરબી અને જુગારધારા સંચાલક આરોપી દેવશંકર હિંમતલાલ શિતાણી રહે.પંચાસર રોડ મોરબી વાળાઓ રોકડા રૂપિયા 24,30,800 સાથે ઝડપાઇ ગયા હતા. બોર્ડર રેન્જ આઈજી ટીમે દરોડા સ્થળેથી નવ મોબાઈલ કિંમત રૂપિયા 46 હજાર તેમજ બે કાર કિંમત રૂપિયા 20 લાખ મળી કુલ રૂપિયા 46,76,800નો મુદ્દામાલ કબ્જે કરી હાઈ પ્રોફાઈલ જુગારધામ મુદ્દે ટંકારા પોલીસ મથકમાં નવેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 4 અને 5 મુજબ ગુન્હો દાખલ કરાવી સમગ્ર મામલાની તપાસ એલસીબી ટીમ મોરબી પાસે જ રાખી છે.

સજ્જનપર ઘુનડા રોડ પર શ્યામવિલામાં જુગાર રમતા 9 આરોપીઓ રૂ. 24.30 લાખ સાથે ઝબ્બે
સજ્જનપર ઘુનડા રોડ પર શ્યામવિલામાં જુગાર રમતા 9 આરોપીઓ રૂ. 24.30 લાખ સાથે ઝબ્બે