પોલીસે રોકડા રૂપિયા 97,020 સહિત 3,81,020ના મુદ્દામાલ કબ્જે કર્યો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં આવેલ વાડીએ જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા વાડીમાં જુગારની મજા માણી રહેલા 8 આરોપીઓ રંગે હાથ ઝડપાઇ જતા પોલીસે 97 હજારથી વધુની રોકડ, મોબાઈલ તેમજ વાહનો મળી કુલ રૂ.3.81 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આઠેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
વાંકાનેર તાલુકાના વરડુસર ગામની ખડીયા તરીકે ઓળખાતી સીમમાં વાડી ધરાવતા મૂળ વરડુસર અને હાલમાં રાજકોટ રહેતા આરોપી નાથાભાઇ લખમણભાઈ ડોડીયાએ પોતાની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા આરોપી નાથાભાઈ લખમણભાઈ ડોડીયા, રહે.સિલ્વર નેસ્ટ સોસાયટી, સંત કબીર રોડ, રાજકોટ, હમીરભાઈ ગોંવિદભાઈ ડાભી રહે.ગામ વરડુસર, સનાભાઈ નરશીભાઈ ઝેઝરીયા રહે.ગામ ચુપણી, નાજાભાઈ છેલાભાઈ ડાભી રહે.ગામ વરડુસર, સુરેશભાઈ અરજણભાઈ ડાભી રહે.વરડુસર, ભીમાભાઈ ગોંવિદભાઈ ઓળકીયા રહે.ગામ ચુપણી તા.હળવદ, સંજયભાઈ બીજલભાઈ ફીસડીયા રહે.વરડુસર અને દિગ્વિજયસિંહ નટુભા પરમાર, રહે.ગામ ચુપણી તા.હળવદ વાળાઓ તીનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
દરોડા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 97,020, આઠ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 24,000 તેમજ અલગ અલગ ચાર વાહન કિંમત રૂપિયા 2,60,000 મળી કુલ રૂપિયા 3,81,020નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 4 - 5 મુજબ ગુન્હો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી.