મોરબીના જલારામધામ ખાતે બુધવારે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબી : જાણીતી આંખની હોસ્પિટલ રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત તા. 4-2-2026 ને બુધવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન સ્વ. હેમકુંવરબેન ધીરજલાલ કારીયા પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે.
રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ એટલે નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. જ્યારે ગત ૫૨ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 14771 લોકોએ લાભ લીધો હતો તેમજ 6717 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.