મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, લુંટાવદર ગામે રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાંડવામાં આવી રહ્યો છે. જે બાતમીને આધારે દરોડો પાડતા આરોપી પ્રદિપસિંહ ઝાલાના મકાનમાં જુગારની મજા માણતા છ આરોપીઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા.પોલીસે દરોડા દરમિયાન કુલ રૂપિયા 1,77,420નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે આરોપી પ્રદિપસિંહ સહદેવસિંહ ઝાલાના રહેણાંકમાં દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી પ્રદિપસિંહ સહદેવસિંહ ઝાલા, રહે. લુંટાવદર, જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા જીલુભા જાડેજા, રહે. લુંટાવદર, હરેશભાઇ રાઘવજીભાઇ સિણોજીયા, રહે. ચાચાવદરડા, માળીયા, નરેન્દ્રભાઇ કરશનભાઇ ફુલતરીયા, રહે. ઉમા રેસીડેન્સી, મોરબી, દિનેશભાઇ છગનભાઇ ઝાલરીયા, રહે. લુટાવદર અને મહેન્દ્રસિંહ ભીખુભા વાઘેલા, રહે. યદુનંદન-03, કેનાલ રોડ, મોરબી વાળાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 96,920, મોબાઇલ ફોન નંગ 12 કિંમત રૂપિયા 80,500 સહિત કુલ રૂપિયા 1,77,420નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ મુજબ કાર્યવાહી કરી હતી.