Wednesday - Apr 22, 2026

મોરબીમાં 51 શક્તિપીઠ, 16 સંસ્કાર, 12 જ્યોતિર્લિંગ, 4 વેદ,પૌરાણિક મંદિરોના મોડેલથી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવાશે

મોરબીમાં 51 શક્તિપીઠ, 16 સંસ્કાર, 12 જ્યોતિર્લિંગ, 4 વેદ,પૌરાણિક મંદિરોના મોડેલથી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવાશે

મોરબીમ બે દિવસિય ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તેમજ બિઝનેસ ટાયકૂનનું આયોજન

મોરબી : નીલકંઠ સ્કૂલ- મોરબી દ્વારા તારીખ-27 ડિસેમ્બરને શનિવારે બપોરે 3 થી રાતે 10 સુધી અને તારીખ 28 ડિસેમ્બરને રવિવારે સમય સવારે 9 થી રાતે 10 સુધી રામેશ્વર ફાર્મ,ધુનડા રોડ,મોરબી ખાતે  બે દિવસીય ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તેમજ બિઝનેસ ટાયકૂન-2025 નું ધમાકેદાર આયોજન કરવામાં આવનાર છે.

ભારતીય સંસ્કૃતિ પ્રદર્શનીમાં 51 શક્તિપીઠ, 16 સંસ્કાર, 12 જ્યોતિર્લિંગ, 4 વેદ,પૌરાણિક મંદિરોના મોડેલ દ્વારા ધો-6 થી 9ના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવશે. સાથે સાથે આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ અને ફ્રી દવાનું વિતરણ કરવામાં આવશે. વધુમાં નીલકંઠ કોમર્સ સ્કૂલના બાળકો બિઝનેસ ટાયકૂનનું આયોજન કરનાર છે. ધંધાકીય ક્ષેત્રમાં વિશ્વ ભરમાં ડંકો વગાડનાર મોરબીમાં ધંધાકીય પ્રવૃત્તિ આધારિત બિઝનેસ ટાયકૂનની સૌપ્રથમવાર 2014માં આયોજન કરનાર નીલકંઠ સ્કૂલના 10 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ન ભૂતો ન ભવિષ્ય એવું અદકેરું આયોજન કરવામાં આવનાર છે. જેમાં અલગ અલગ પ્રકારના 20 થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવશે અને નીલકંઠ કોમર્સ સ્કૂલ ના ધો-11ના બિઝનેસમેન દ્વારા વેપાર કરવામાં આવશે. આ સાથે ઓપન મોરબી ડાંસ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.