સાયબર ક્રાઇમમાં ફરિયાદ
મોરબી: મોરબી શહેરના કામધેનુ પાર્ટી પ્લોટ સામે રહેતા વેપારી સાથે ટેલિગ્રામ ચેનલ થકી સંપર્ક કરી શેરબજારમાં કમાણી કરાવી આપવાની લાલચ આપી ચાર ઈસમો એ શેરબજારમાં ટ્રેડિંગ થકી રૂપિયા 1.11 કરોડનો નફો થયો હોવાનું કઈ બાદમાં ટેક્સ ચાર્જ અને કમિશન સહિતના રૂપિયા 50.14 લાખ જમા કરાવી સગાઈ કરતા બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે
બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ સામે સીતારામ પેલેસમાં રહેતા ફરિયાદી જતીન ચતુરભાઈ કુંડારીયા ઉંમર વર્ષ 43 નામના યુવકે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આરોપી કેલી@8143 નામના ટેલિગ્રામ યુઝર સમીર ગુપ્તા કસ્ટમર મેનેજર આઈડી ધારક તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરોધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત ઓગસ્ટ 2025 થી લઈ નવેમ્બર 2025 દરમિયાન આરોપીઓ ટેલિગ્રામ ચેનલ મારફતે શેરબજારમાં ટ્રેડિંગ કરી ઊંચો નફો કમાવવાની લાલચ આપી હતી. બાદમાં ટ્રેડિંગ થકી રૂપિયા એક કરોડ 11 લાખ 99,751 નો નફો થયો હોવાનું જણાવી નફાની રકમ મેળવવા માટે કમિશન ટેક્સ ડોક્યુમેન્ટ ચાર્જ સહિતના રૂપિયા 50 લાખ 14,603 અલગ અલગ સમયે બેંક યુપીઆઈ થી મેળવી લઈ રૂપિયા આજ દિન સુધી પરત નહીં કરતા. છેતરપિંડી કરતા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.