Friday - Jun 26, 2026

ટંકારામાં 44 બોટલ દારૂ પકડાયો

ટંકારામાં 44 બોટલ દારૂ પકડાયો

મોરબી : ટંકારા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નેકનામ ગામે વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી મળતા પોલીસે નેકનામ ગામે આવેલ સ્વામીની સ્કૂલ પાછળ દરોડો પાડતા બાવળની કાટમાંથી ઓલ્ડ મંક ત્રિપલ એક્સ રમની 44 બોટલ મળી આવતા રૂપિયા 28,908ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસની તપાસમાં રમનો આ જથ્થો આરોપી વિજયસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા રહે.નેકનામ વાળાનો હોવાનું સામે આવતા આરોપીને ફરાર દર્શાવી પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.