મોરબી : મોરબી શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલા ફ્લેટમાં રહેતું વૃદ્ધ દંપતી ખાનપર ગામે કથા સાંભળવા ગયા બાદ ફ્લેટના તાળા ખોલી સેટીમાં રાખેલા 9.10 લાખના દાગીનાની ચોરી થઈ જતા ચોરીની આ ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના ભક્તિનગર નજીક આવેલ રાજેશપાર્કમાં જીવનજ્યોત હાઇટ્સ ફ્લેટમાં રહેતા લક્ષ્મણભાઇ દેવકરણભાઈ વડસોલા ઉ.65 નામના વૃદ્ધએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, ગત તા.20ના રોજ તેઓ પતિ પત્ની ખાનપર ગામે કથા સાંભળવા ગયા બાદ નાની દીકરી ઘેર હતી અને તે નોકરીએ ગયા બાદ ફ્લેટ બંધ હતો તે અરસામાં સેટીમાં રાખેલ 8 તોલા વજનના સોનાના પાટલા, પેન્ડલ, બુટી, માળા અને સોનાનો ચેઇન મળી રૂપિયા 9.10 લાખની કિંમતના દાગીના કોઈ અજાણ્યો તસ્કર ફ્લેટના તાળા ખોલી ચોરી કરી ગયો હતો. આ ઘટનામાં ફરિયાદી લક્ષ્મણભાઇની બીજી દીકરી તૃષાએ સાચવવા આપેલ દાગીના માંગતા સેટી ખોલીને જોતા દાગીના નહિ મળી આવતા ચોરી થયાનું સામે આવતા લક્ષ્મણભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.