Thursday - Nov 05, 2026

મોરબીમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ૪૧ વાહન ચાલકોને રૂ. ૨૦,૫૦૦નો દંડ, ૩૪ વાહનોને લોક

મોરબીમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ૪૧ વાહન ચાલકોને રૂ. ૨૦,૫૦૦નો દંડ, ૩૪ વાહનોને લોક

તહેવારોને પગલે ટ્રાફિક પોલીસની સતત બીજા દિવસે કાર્યવાહી, બાપા સીતારામ ચોકથી ભક્તિનગર સુધી પેટ્રોલિંગ કરી રસ્તા પરના દબાણો દૂર રાખવા સ્ટોલ ધારકોને તાકીદ

મોરબી : તહેવારોના દિવસોમાં બજારો અને મુખ્ય માર્ગો પર વધતી વાહન અવરજવરને ધ્યાનમાં રાખીને મોરબી ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહીનો દોર યથાવત રાખ્યો છે. સતત બીજા દિવસે હાથ ધરાયેલી વિશેષ ડ્રાઇવમાં જાહેર માર્ગો પર અવરજવરને અવરોધે તે રીતે વાહનો ઊભાં રાખનારાઓને દંડિત કરવામાં આવ્યા હતા. એક જ ઝુંબેશ દરમિયાન ૪૧ વાહનચાલકો પાસેથી રૂ. ૨૦,૫૦૦નો દંડ વસૂલવાની સાથે ૩૪ વાહનોમાં વ્હીલ લોક લગાવવામાં આવ્યા હતા.

ટ્રાફિક પોલીસની ટીમે બાપા સીતારામ ચોકથી રવાપર ચોકડી સુધી પગપાળા પેટ્રોલિંગ કરીને ચેકિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ અવની ચોકડી, ઉમિયા સર્કલ, સ્કાય મોલ અને ભક્તિનગર વિસ્તાર સુધી કાર્યવાહીનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. આ દરમિયાન રસ્તાની અવરજવરમાં અડચણ ઊભી થાય તે રીતે પાર્ક કરાયેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે માત્ર વાહનચાલકો સામે જ નહીં, પરંતુ રસ્તાની આસપાસ સ્ટોલ ચલાવતા સંચાલકોને પણ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી રાખવા સૂચના આપી હતી. સ્ટોલ પાસે આવતા ગ્રાહકોનાં વાહનોના પાર્કિંગને કારણે માર્ગ પર અવરોધ ન સર્જાય તેની જવાબદારી નિભાવવા તાકીદ કરવામાં આવી હતી. સૂચનાનું પાલન નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

આ ઝુંબેશમાં ટ્રાફિક પીઆઇ એચ.વી. ઘેલા, પીએસઆઇ ડી.બી. ઠક્કર, એન.ઓ. અબડા સહિતના ટ્રાફિક પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. તહેવારો દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને વાહનવ્યવહાર સરળતાથી ચાલુ રહે તે હેતુથી પોલીસ દ્વારા ચેકિંગ અને પેટ્રોલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.