Thursday - Nov 05, 2026

મોરબીમાં નેત્રયજ્ઞ કેમ્પમાં 190 દર્દીઓની આંખોની તપાસ, 87ને ઓપરેશન માટે રાજકોટ મોકલાયા

મોરબીમાં નેત્રયજ્ઞ કેમ્પમાં 190 દર્દીઓની આંખોની તપાસ, 87ને ઓપરેશન માટે રાજકોટ મોકલાયા

મોરબી : મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલા જલારામ ધામ ખાતે 4 નવેમ્બરના રોજ વિનામૂલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. છગનભાઈ ભલાભાઈ (હાલ ઉપેન્દ્રભાઈ કાથરાણી) પરિવારના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં 190 દર્દીઓએ આંખોની તપાસ કરાવી હતી, જ્યારે 87 દર્દીઓને વિનામૂલ્યે નેત્રમણીના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા.

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત ઉપક્રમે દર મહિનાની 4 તારીખે સર્વજ્ઞાતિ માટે આ નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવે છે. આ શ્રેણીનો 61મો કેમ્પ યોજાયો હતો. અત્યાર સુધીના તમામ કેમ્પમાં કુલ 16,828 લોકોનું વિનામૂલ્યે નેત્ર નિદાન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ અને ડો. સુદામાની ટીમ દ્વારા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓ માટે અત્યાધુનિક ફેકો મશીનથી ટાંકા વગર સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે નેત્રમણીના ઓપરેશનની નિઃશુલ્ક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ કેમ્પના આયોજનને સફળ બનાવવા ગિરીશભાઈ ઘેલાણી, ભાવિનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, રમણીકભાઈ ચંડીભમર, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ સહિતની ટીમે કામગીરી સંભાળી હતી.