Thursday - Nov 05, 2026

મોરબીમાં લંચ વિથ લાડલી’મા દીકરીઓને સમાન તક અને પ્રોત્સાહન આપવા 14 પરિવારોનું ‘ સન્માન

મોરબીમાં લંચ વિથ લાડલી’મા દીકરીઓને સમાન તક અને પ્રોત્સાહન આપવા 14 પરિવારોનું ‘ સન્માન

મોરબી : દીકરીઓના શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય અને આત્મનિર્ભરતાનો સંદેશ ફેલાવવાના આશય સાથે મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન હેઠળ જિલ્લા કક્ષાએ ‘લંચ વિથ લાડલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એક કે બે દીકરીઓ ધરાવતા 14 પરિવારોને પ્રમાણપત્ર આપી વિશેષ રીતે બિરદાવવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેએ નાનકડી બાળાઓ સાથે હળવાશભર્યો સંવાદ કરી તેમની સાથે સમય વિતાવ્યો હતો. સાથે જ પરિવારો અને ઉપસ્થિત મહાનુભાવો સાથે બપોરના ભોજનમાં સહભાગી બની દીકરીઓના ઉછેર અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.

આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે દીકરીઓને જીવનમાં આગળ વધવાની પૂરતી તકો મળે અને તેઓ પોતાની ક્ષમતા પ્રમાણે પ્રગતિ કરી શકે તે માટે માતા-પિતાએ સતત પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેમના સપનાઓને સાકાર કરવા માટે પરિવાર તરફથી હકારાત્મક વાતાવરણ અને મજબૂત ટેકો મળવો જોઈએ. દીકરા અને દીકરી વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદ રાખ્યા વિના બંનેને સમાન અધિકાર અને તક આપવી જોઈએ.

મહિલા અધિકારીઓએ પણ વાલીઓને દીકરીઓના શિક્ષણ અને સ્વાવલંબનનું મહત્વ સમજાવ્યું હતું. દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવી પોતાના પગ પર ઊભી રહેવા સક્ષમ બનાવવી જોઈએ. આજના સમયમાં દીકરીઓ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે ત્યારે તેમને આત્મવિશ્વાસ, સ્વરક્ષણની સમજ અને આત્મનિર્ભર બનવા માટે જરૂરી પ્રોત્સાહન આપવું સમયની માંગ છે.

આમ, ‘લંચ વિથ લાડલી’ કાર્યક્રમ માત્ર પરિવારના સન્માન પૂરતો મર્યાદિત ન રહેતાં દીકરીઓને સમાન તક, શિક્ષણ અને સશક્તિકરણનો સામાજિક સંદેશ આપતો બન્યો હતો.