Saturday - Jul 04, 2026

મોરબી જિલ્લાના નવ મંડલ પ્રમુખ બનવા માટે 40 થી 45 વર્ષની વય

મોરબી જિલ્લાના નવ મંડલ પ્રમુખ બનવા માટે 40 થી 45 વર્ષની વય

મોરબી:- મોરબીમાં ભાજપ દ્વારા સંગઠન પર્વની અંતિમ કાર્યશાળાનું હરભોલે હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી સમય માટે મોરબી જિલ્લાના નવ મંડલ પ્રમુખની વરણી માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશમાંથી આવેલા કમલેશભાઈ મીરાણી દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. આ તકે ચુંટણી અધિકારી દિલીપભાઈ પટેલ સહચુંટણી અધિકારી ચંદુભાઈ હુંબલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. વધુમાં મળતી માહિતી પ્રમાણે નવ મંડલના પ્રમુખ માટે પ્રદેશમાંથી 40 થી 45 વર્ષની ઉમર નક્કી કરવામાં આવી છે.