Wednesday - Jun 24, 2026

મોરબીના જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૪ દર્દીઓએ લાભ લીધો

મોરબીના જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૪ દર્દીઓએ લાભ લીધો

સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ  રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૭-૨૦૨૪ ગુરુવારના  રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો.

કુલ ૨૧૪ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૦૨ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી  હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.

મોરબીના જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૪ દર્દીઓએ લાભ લીધો
મોરબીના જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૪ દર્દીઓએ લાભ લીધો

પ્રવર્તમાન માસનો કેમ્પ સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવારના સહયોગથી યોજવામા આવેલ હતો. મોરબી જલારામ મંદિર ખાતે ગત ૩૩ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમાં કુલ ૧૦૨૬૯ લોકોએ  લાભ લીધેલ છે તેમજ કુલ ૪૬૨૪ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમા કુલ ૨૧૪ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૦૨ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.

આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા,રમણીકલાલ ચંડીભમર,નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ,સંજય હીરાણી, કૌશલભાઈ જાની, હીતેશ જાની,મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી  તથા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫,અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.

મોરબીના જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૪ દર્દીઓએ લાભ લીધો