વાંકાનેરના વરડુસર ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા છે.જેમાં વર્ષોથી જળ કટોકટીના કારણે ગામલોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ગામમાં નર્મદાની લાઈન છે. પણ આ ગામથી થોડે દુર બીજા ગામ એટલે પલાદ ગામ દ્વારા પાણીનો ખુબ જ બગાડ કરવામાં આવી રહ્યો છે.જેમાં આગળના ગામ દ્વારા નળ ખુલ્લા હોય અને બેફામ રીતે પાણી વેડફાય જતું હોવાથી આ ગામને ઘણીવાર ઓછું પાણી કે કેટલીક વાર પાણી મળતું જ નથી. તેથી આ આગળનું ગામ પાણીનો બગાડ બંધ કરે તો જ તેમને પુરતું પાણી મળે એમ છે તેવું ગ્રામજનોએ જણાવ્યું છે.
વાંકાનેર તાલુકાના વરડુસર ગામના સરપંચ મનુભાઈ પ્રભુભાઈ નદાસિયાએ જણાવ્યું હતું કે, તેમનું ગામ રાજાશાહી વખતનું જુનું ગામ હોય આ ગામની 2310 જેટલી વસ્તી ખેતી પર નિર્ભર હોય છતાં સિંચાઇની સુવિધા ન હોવાથી ગામની ખેતી વરસાદ આધારિત છે. વરસાદ થાય ત્યારે એક પાક લઈ શકાય છે. ગામલોકોના આરોગ્ય માટે આરોગ્ય કેન્દ્રની સારી સવલત છે. આ ગામમાં પ્રાથમિક એટલે 1થી8 ધોરણની સ્કૂલ, આંગણવાડી, ગામની અંદરના રોડ રસ્તા 60% કમ્પલેટ છે. તેમજ 100% ટકા ભુગર્ભ ગટરની વ્યવસ્થા કમ્પલેટ છે કચરાના નિકાલ માટે ઇલેક્ટ્રિક રીક્ષાની સગવડ આપી છે. આ ગામથી બીજા ગામ જવાના ભીમગુડા,નાગલપર, સમખેરાવા,રાજગઢ,મખતનપર,ભેરડા, પલાસ,ચિત્રખલા સહિતના ગામોના કાચા માર્ગ હોય એને પાકા કરવાની માંગ છે.આ ગામને જોડતો મુખ્ય રસ્તો ખખડધજ થઈ ગયો છે. સરપંચના કહેવા મુજબ તેમના ગામમાં ખનીજખોરી મોટા પ્રમાણમાં થતી હોય ઓવરલોડ વાહનોને કારણે આ રોડ ખખડીને ભંગારમાં ફેરવાય ગયો છે. તો આ ખખડી ગયેલા રોડ પર ખનીજચોરી અટકાવીને નવેસરથી નવો રોડ બનાવવાની ગ્રામ પંચાયતની અને ગામ લોકોની માંગ છે.