Wednesday - May 06, 2026

હળવદ નજીકથી કતલખાને ધકેલાતા 35 પશુઓને બચાવાયા, એક ઝડપાયો

હળવદ નજીકથી કતલખાને ધકેલાતા 35 પશુઓને બચાવાયા, એક ઝડપાયો

ફિલ્મી ઢબે પીછો કરી પશુ ભરેલો ટ્રક ઝડપી લીધો

હળવદ : કચ્છથી માળીયા થઈ અમદાવાદ તરફ પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને કતલખાને લઈ જવામાં આવતા હોવાની બાતમીના આધારે ગૌરક્ષકો અને પોલીસે વોચ ગોઠવી હળવદ ચોકડી પાસેથી આઈસર ટ્રક ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ૩૫ જેટલા પાડાઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


ચોક્કસ બાતમીના આધારે ગોઠવી વોચ

જાણવા મળતી વિગત મુજબ, સુરેશ રબારી (કચ્છ) દ્વારા માહિતી મળી હતી કે એક આઈસર ગાડી નંબર GJ-15-YY-5757 માં પશુઓને કતલ કરવાના ઇરાદે ભરીને કચ્છથી માળીયા થઈ અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યા છે. આ માહિતી મળતા જ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી-ગુજરાત, હિન્દુ યુવા વાહિની સહિતના ગૌરક્ષકો અને પોલીસની ટીમે સતર્ક થઈ વોચ ગોઠવી હતી.
 

હળવદ નજીકથી કતલખાને ધકેલાતા 35 પશુઓને બચાવાયા, એક ઝડપાયો

માળીયા પાસેથી પસાર થતા ગૌરક્ષકોએ તેનો પીછો કર્યો હતો અને હળવદ ચોકડી નજીક તેને અટકાવી હતી. ગાડીની તલાશી લેતા તેમાં ૩૫ જેટલા નાના-મોટા પાડાઓને કોઈ પણ જાતની પરમિટ વગર અને ક્રૂરતાપૂર્વક બાંધીને રાખવામાં આવ્યા હતા. વાહન ચાલકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ પશુઓને કચ્છ કનૈયા બે થી ભરીને અમદાવાદ કતલખાને ઉતારવાના હતા.

આ મામલે પોલીસે આરોપીની અટકાયત કરી આઈસર ગાડી કબજે લીધી છે અને પશુઓને મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. આ ઓપરેશનને સફળ બનાવવામાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌવર્ધન પરિષદ, હિન્દુ યુવા વાહિની તેમજ રાજકોટ, કચ્છ, ધાંગધ્રા, લીંબડી, ચોટીલા અને હળવદના ગૌરક્ષકોનો મહત્વનો સહયોગ રહ્યો હતો.