Thursday - Jul 16, 2026

મોરબીમાં વિદેશી દારૂના બે દરોડામાં 31 બોટલ કબ્જે

મોરબીમાં વિદેશી દારૂના બે દરોડામાં 31 બોટલ કબ્જે

મોરબી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટમાં મોમાઈ ડેરી સામેથી આરોપી ભુપેન્દ્ર જયસુખભાઈ વાઘેલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 22 બોટલ કિંમત રૂપિયા 6600 કબ્જે કરી હતી. જો કે, આરોપી હાથ લાગ્યો ન હતો. જ્યારે બીજા દરોડામાં જેલચોક નજીકથી આરોપી યાસીન સીદીકભાઈ કુરેશી રહે.મતવાવાસ વાળાને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નવ બોટલ કિંમત રૂપિયા 14,937 સાથે ઝડપી લેતા આરોપીએ દારૂની આ બોટલો ઈમ્તિયાઝ હનીફભાઈ નાગોરી રહે.વાંકાનેર વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.