હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ધ્રાંગધ્રા દરવાજા નજીક રાવલફળી વિસ્તારમાં બાતમીને આધારે આરોપી કિશન ઉર્ફે કારીયો પ્રવીણભાઈ બાબરીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના 238 નંગ 180 મીલી માપના ચપલા કિંમત રૂપિયા 23,800 મળી આવ્યા હતા.દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપી કિશનને ફરાર દર્શાવી પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.