Saturday - Oct 03, 2026

ટંકારાના ડાક વગાડી ડાયરાના પ્રોગ્રામ કરતા કલાકારને ધમકી

ટંકારાના ડાક વગાડી ડાયરાના પ્રોગ્રામ કરતા કલાકારને ધમકી

ટંકારા : ટંકારા શહેરના ઘેટિયાવાસ વિસ્તારમાં રહેતા ડાક કલાકાર હરેશભાઇ ગુણવંતભાઈ પનારા નામના યુવક અલગ અલગ જગ્યાએ ડાક વગાડી ડાયરાના પ્રોગ્રામ કરતા હોય આરોપી શૈલેષ વિરમભાઈ રાઠોડ અને હરેશ કણબી રહે.નિંગાળા તા.બોટાદ વાળાઓએ ફરિયાદી હરેશભાઈને ફોન કરી તું ક્યારે નિંગાળા ગામે ડાક વગાડવા આવવાનો છો કહી જાનથી મારી નાખવા ધમકી આપી ગાળા ગાળી કરતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.