રાજ્યના મંત્રી મુળુભાઈ બેરાએ શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ આગળ વધી સર્વાંગી વિકાસ સાધવા પર ભાર મુક્યો
મોરબી : મોરબી તાલુકાના કોયલી ગામે આજે આહીર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં રાજ્યના મંત્રી મુળુભાઈ બેરા સહિતના સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને 23 નવદંપત્તિને વડીલોના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલા માંડી સંસાર જીવનની કેડીએ પ્રયાણ કર્યું છે.
મોરબી તાલુકાના કોયલી ગામે છેલ્લા 17 વર્ષથી આહીર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આહીર સમાજના પ્રમુખ રાણાભાઇ હુંબલ તેમજ મોરબી આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયાના માર્ગદર્શન હેઠળ 18 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સમાજને રાજકીય આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા. અને તેઓના આશીર્વાદ સાથે 23 નવદંપતીઓને પ્રભુતામાં ડગ માંડ્યા હતા અને દાતાઓના સહકારથી આ સમૂહલગ્નનો કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો આટલું જ નહીં સમૂહલગ્નના આયોજન બાદ આયોજકો પાસે જે ભંડોળ વધે છે તેનો ઉપયોગ સમાજની જુદીજુદી શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવે છે જેથી કરીને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા દ્વારા સમૂહલગ્ન સમિતિની સમગ્ર ટીમને તેઓની કામગીરી માટે બિરદાવવામાં આવી હતી. જ્યારે મોરબી આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં એક જ માંડવા નીચે આહીર સમાજની 100 જેટલી દીકરીઓના લગ્ન થાય ત્યારે સમૂહલગ્નનું આયોજન સફળ થયું કહેવાય.