મોરબી શહેરની વચ્ચોવચ્ચ મુખ્ય બજારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં ઘણા સમયથી કામનું ભારણ વધ્યું હોય તેમજ જુદી જુદી કામગીરી માટે આવતા 200 લોકોને કારણે કામમાં અંધાધુધી સર્જાય છે. આથી સામાજિક કાર્યકરોએ હાલની પોસ્ટ ઓફિસમાં કામનું ભારણ વધતા પોસ્ટ ઓફિસને મોટી બનાવવાને કલેકટરને રજુઆત કરી છે.
મોરબીના ગાંધી બાગ સામે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં પ્રજાનો ભારે ભરાવો થાય છે. જુદા જુદા કામો માટે અને સરકારી યોજનાઓ માટે હજુ મોટાભાગના લોકો પોસ્ટ ઓફિસ પર ભરોસો મુકતા હોય એ સારી બાબત હોવાથી રોજ 150થી 200 લોકો આવે છે. જો કે અગાઉ ઘણી બધી પોસ્ટ ઓફિસો બંધ થઈ ગઈ છે. જેમાં સાવસર પ્લોટ, ગ્રીન ચોક સહિતના વિસ્તારોમાં વાઇઝ આવેલી પોસ્ટ ઓફિસો બંધ થઈને આ મુખ્ય પોસ્ટ ઓફિસમાં એનું રૂપાંતર થવાથી લોકોનો ભારે ઘસારો થતા કામનું ભારણ ખૂબ જ વધ્યું છે. લોકો મોટી સંખ્યામાં વિવિધ કામો માટે આવતા સિનિયર સિટીજનો, દિવ્યાંગ, સર્ગભા મહિલાઓ લાઈનમાં ઉભા રહી શકતા ન હોવાથી ઘણીવાર ધકકા મૂકી થતા પડી જવાના બનાવો બને છે.પોસ્ટ ઓફિસમાં બેસવાની જગ્યા ઓછી હોય લોકોને ભારે હાલાકી થાય છે. તેથી સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગ સેતા, દેવેશ રાણાવડીયા, મુસાભાઈ બ્લોચે સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા કલેકટરને આ પોસ્ટ ઓફિસ ટૂંકી પડતી હપય તાકીદે વિશાળ જગ્યા ઉપર 2 માળની મોટી અને અત્યાધુનિક પોસ્ટ ઓફિસ બનાવવાની રજુઆત કરી છે.