Wednesday - Jul 01, 2026

મોરબીના ખડપીઠ વિસ્તારમાં ઘાસચારાના અભાવે ભૂખમરો વેઠતી 200 ગૌમાતાઓ

મોરબીના ખડપીઠ વિસ્તારમાં ઘાસચારાના અભાવે ભૂખમરો વેઠતી 200 ગૌમાતાઓ

શહેર કોંગ્રેસ પ્રમુખે આ ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા નગરપાલિકાને રજુઆત કરી

મોરબી ના ખડપીઠ વિસ્તારમાં 200 ગૌમાતાઓ ઘાસચારાના અભાવે ભૂખમરો વેઠી રહી છે. આથી શહેર કોંગ્રેસ પ્રમુખે આ ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા નગરપાલિકાને રજુઆત કરી છે.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ નગરપાલિકા તંત્રને રજુઆત કરી હતી કે, મોરબી શહેરમાં આવેલ ખડપીઠ વિસ્તારમાં 200 ગૌમાતાઓ જોવા મળી રહી છે. પણ આ 200 ગાયોને ઘાસચારો મળતો નથી. આ જગ્યાએ ઘાસચારો મળતો ન હોવાથી ગાયો ભૂખમરો વેઠી રહી છે. દરેક ગયાયો ઘાસચારો માટે તડપી રહી છે  જો સમયસર આ ગૌમાતાને ઘાસચારો નહિ મળે તો વધુ કપરી સ્થિતિ ઉદ્દભવશે. આથી આવી પરિસ્થિતિ નિવારવા માટે આ ગાય માતાઓને યોગ્ય પ્રમાણમાં ઘાસચારો પૂરો પાડાવાની રજુઆત કરી છે.