Wednesday - Jul 01, 2026

મોરબીના સો ઓરડીમાં ભગવાન રામાપીરનો ઉત્સવ ઉજવાશે

મોરબીના સો ઓરડીમાં ભગવાન રામાપીરનો ઉત્સવ ઉજવાશે

મોરબીના સામાંકાંઠે આવેલ ભગવાન રામદેવપીરના મંદિરે આવતીકાલે તા.14ના રોજ ભાદરવા સુદને 11ના રોજ ભગવાન રામાપીરનો ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે રામપીરની શોભાયાત્રા નીકળશે અને રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવાયું છે.