મોરબી : વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સેન્ટોસા સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહી જ રહેતા મૂળ મહારાષ્ટ્રના જલગાવના વતની રુમીબેન રાજુભાઇ પાવરા ઉ.વ.20 નામના પરિણીતા ગઈકાલે સવારના સમયે સિરામિક ફેકટરીમાં પ્રેસ વિભાગમાં માઈક્રો મશીનની આજુબાજુમાં પડેલો કચરો સાફ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે હાથ ઇલેક્ટ્રિક મોટરને અડી જતા વીજશોક લાગતા રુમીબેનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.