Monday - May 04, 2026

મોરબીના ઉધોગોમાં આગને બુઝાવવા પ્રાથમિક કામગીરીની 154 સ્ટાફને તાલીમ અપાઈ

મોરબીના ઉધોગોમાં આગને બુઝાવવા પ્રાથમિક કામગીરીની 154 સ્ટાફને તાલીમ અપાઈ

ફાયર વિભાગની નોટીસને પગલે 192 બિલ્ડીંગોમાં ફાયર સીસ્ટમ લગાવવાની કામગીરી શરૂ

મોરબી : ઉધોગ નગરી મોરબીમાં અવારનવાર આગ લાગતી હોય ફાયર બીગ્રેડ પહોંચે એ પહેલાં આગને બુઝાવવા રાહત બચાવ સહિતની પ્રાથમિક કામગીરી કઈ રીતે કરી શકાય તેનું ફાયર બીગ્રેડે સાધનો અને ડેમોટરેશનથી સ્ટાફને સંપૂર્ણપણે જ્ઞાન આપ્યું હતું. જેમા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાજેતરમાં 5 ઇન્ડસ્ટ્રીઝમાં 154 જેટલા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરી નાની-મોટી દુર્ઘટનામાં તત્કાળ રાહત અને બચાવની કામગીરી ઝડપથી કરી શકાય તેવો હતો

મોરબી ફાયર વિભાગની ટીમે પ્રિવેન્શનના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગનુ ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું સઘન ચેકિંગ કરી ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસો આપી પ્રિવેન્શનને લગતા સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપી હતી. આ નોટીસના પગલે 158 કોમ્પ્લેક્ષ અને 34 સમાજ વાડીમાં ફાયરની સીસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરી અને આ સમયમાં 4 ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવતા આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરી છે.

મોરબી મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સ્ટેશન શહેરના ગીચ વિસ્તાર સુધારા શેરી, સરદાર રોડ ખાતે આવેલું હોય પણ હાલ આ ફાયર સ્ટેશનનું નવીનીકરણ ચાલુ હોવાથી કામચલાઉ રૂપે આ ફાયર બ્રિગ્રેડની ટીમનું કેસરબાગ એલ.ઈ. કોલેજ રોડ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આથી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને લગતી તમામ સુવિધા માટે કેસરબાગ એલ.ઈ. કોલેજ રોડ ખાતે સંપર્ક કરી શકાશે. જ્યારે મોરબીમાં 1 રેસ્ક્યુ કોલ તથા 5 જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં ફાયર બ્રિગ્રેડની ટીમે તત્કાળ પહોંચી આગને કાબુમાં લીધી હતી.