વિનામૂલ્યે ફિઝિકલ ટ્રેનિંગમા સઘન તાલીમ મેળવતી યુવતીઓ માટે પોલીસમાં જોડાવવા માટે રીતસરનો જંગ
(રવિ બરાસરા) મોરબી : પોલીસ દળમાં જોડાવવા માટે મોરબીના યુવાનો કરતા યુવતીઓ એક પ્રકારે કઠોર સાધના જ કરી રહી છે. જેમાં જાણીતા સેવાભાવી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત વિનામૂલ્યે સર્વાજ્ઞાતિના યુવાનો માટે પોલીસની ભરતી અંગેની ફિઝિકલ ટ્રેનિંગમાં મોટા પ્રમાણમાં યુવતીઓ નિયમિત કઠોર મહેનત કરી રહી છે. આ અંગે સંસ્થાના મેન્ટોર દેવેનભાઈ રબારી અને દિલીપભાઈ દલસાણીયાએ જણાવ્યું હતું કે, આ પોલીસ ભરતી માટેની ટ્રેનિંગમાં તાલીમ લેનાર દીકરીઓ વધુ પ્રમાણમાં છે. દૂર દૂરથી આવતી દીકરીઓના પોલીસમાં જોડાવવાના સ્વપ્નને સાકાર કરવા નેશનલ કક્ષાના કોચ, ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા ફિઝિકલ તાલીમ આપવામાં આવે છે. સાથેસાથે કેવો ખોરાક લેવો તેનું જ્ઞાન પણ ડાયટેશિયન દ્વારા આપવામાં આવે છે. આ ફિઝિકલ ટ્રેનિંગ આકરી હોય કોઈને ઇજા થાય કે ઇમરજન્સીની જરૂર પડે તો ઇમરજન્સી સેવા માટે મેડિકલ ટીમ ખડેપગે રાખી છે. આ યુવતીઓમાં મોટાભાગની સામાન્ય વર્ગની હોય કેટલીક દીકરીઓ ભણવાની સાથે જોબ કરી આ ટ્રેનિંગ મેળવતી હોય તો કેટલીક દિકરીઓ જોબ કરીને ટ્રેનિંગ મેળવતી હોય બે ત્રણ મોરચે લડવું પડતું હોય એમના માટે પોલીસમાં જોડાવવા માટેનો આ રીતસરનો જંગ છે. પોલીસની ભરતી માટે પહેલાં ફિટનેસનું વધુ મહત્વ હોવાથી રનિંગ, સ્ટ્રેચિંગ, વોર્મઅપ, તમામ પ્રકારની ઇન્ડોરેન્સ એક્સાઇઝ, મોબેરાઈઝ સહિતની તમામ પ્રકારની તાલીમ કઠિન હોવાથી ક્યારેક પડે આખડે અને ઇજા પણ થાય છે છતાં પણ કોઈ સારવાર લીધા વગર તરત જ ઉઠીને એક્સસાઈઝમાં જોડાય છે અને એક દિવસ પણ રજા ન રાખતી યુવતીઓએ દ્રઢ આત્મવિશ્વાસ સાથે કહ્યું છે અમે પોલીસ દળમાં જોડાઈને જંપીશું.
દોડવામાં ખૂબ જ ઝડપ વધી
ધોળકિયા ખુશાલીએ જણાવ્યું હતું કે, પોલીસમાં જોડાવવા માટે આઠ દિવસથી આ ફિઝિકલ ટ્રેનિંગમાં કઠોર મહેનત કરી રહી છું. દોડ, વોમઅર્પ સહિતની તમમ પ્રકારની યોગ્ય તાલીમ મેળવવું છું. શરૂઆતમાં દોડી શક્તી ન હતી. પણ પોલીસ બનવાનું લક્ષ્ય સામે જ હોવાથી હવે દોડવામાં ખૂબ જ ઝડપ આવી છે અને તાલીમ આકરી હોવા છતાં એકપણ દિવસ તાલીમ લેવાનું ચૂકતી નથી.
દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી જ પોલીસમાં જોડાવવાની તમન્ના થઈ
મકવાણા માનસીએ કહ્યું હતું કે, ખાખી એ એકમાત્ર વર્દી જ નથી. દેશની આન બાન અને શાનનું પ્રતીક છે. એટલે પોલીસ એ અન્ય જેવી એશોઆરામની જોબ નથી. પ્રજાની જાનમાલની રક્ષા કરવું સતત ફરજ નિષ્ઠા દાખવવી પડતી હોવાથી પોલીસ એટલે દેશની સેવા માટે સતત કઈક કરી છૂટવાની ભાવના હોવાથી પોલિસ દળમાં જોડાવવા ઘરે જાતે જ પ્રેક્ટિસ કરતી પણ અહીંયા તાલીમ મેળવ્યા બાદ આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો છે અને દોડ,વોર્મઅપ સહિતની ફિઝિકલ ટ્રેનિંગમાં ખૂબ જ મજા આવે છે.
આ વખતે તો પોલીસની પરીક્ષા પાસ કરી જ લેશું
ગઢવી કૃપાથી નામની યુવતીએ કહ્યું હતું કે, શરૂઆતમાં ગ્રાઉન્ડ અને ટ્રેનિંગમાં થોડી તકલીફો થઈ હતી. પણ હવે આઠ દિવસથી રનિંગ સહિતની તાલીમ મેળવી રહી છે. અહીં પોલીસની ભરતી માટે પ્રોપર તમામ.પ્રકારનું ગાઉન્ડસ આપવામાં આવે છે. આથી મને મારી જાત પર પૂરો ભરોસો છે કે આ વખતે તો હું પોલીસની પરીક્ષા પાસ કરી જ લઈશ.