મોરબી : મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે તે માટે તા. 14 ને ગુરુવારના સવારે 9 વાગ્યાથી સુપર માર્કેટ પાસે 15,000 તિરંગાનું વિના મૂલ્યે વિતરણ કરાશે, આ અભિયાનનો લોકો બહોળી સંખ્યામાં લાભ લે તેવી તેમણે અપીલ કરી છે.