મોરબી:- મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ભગવતીપરા અને જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના દિવસે મટકીફોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે દેશી રાસ ગરબા ડાંડિયારાસ અને હુડોનું પણ રાત્રે 9:00 વાગે આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ રાત્રે 11:30 વાગે કૃષ્ણ જન્મોત્સવ અને રાત્રે 12:00 વાગે મહા આરતીનું આયોજન છે તે દરમિયાન જ મટકીફોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો એ નિમિત્તે મોરબીની ધર્મપ્રેમી જનતાને જય દ્વારકાધીશ ગ્રુપ સમસ્ત ભગવતી પરા દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.