Monday - Aug 24, 2026

મોરબી નજીક વિરપર પાસે વાહન અકસ્માતમાં 15 ઘાયલ

મોરબી નજીક વિરપર પાસે વાહન અકસ્માતમાં 15  ઘાયલ

મોરબી - રાજકોટ હાઇવે ઉપર સવારે સાતેક વાગ્યાના અરસામાં કેટરિંગમાં જમવાનું પીરસવાની કામગીરી માટે મોરબીથી કુવાડવા તરફ જતા મહિલા અને યુવતીઓને લઈ જઈ રહેલ છોટા હાથી વાહન વિરપર નજીક અચાનક પલ્ટી મારી જતા કુલ 15 લોકોને નાની મોટી ઇજાઓ થતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જનાર છોટા હાથી વાહન ચાલકને ડ્રાઇવિંગ આવડતું ન હોવાનો પણ ભોગ બનનાર લોકોએ આક્ષેપ કરી રોડ ખાલી હોવા છતાં અચાનક કાવું મારતા છોટા હાથી વાહન પલ્ટી ગયાનું જણાવ્યું હતું.