Monday - Jul 06, 2026

મોરબીમા વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

મોરબીમા વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બે અલગ અલગ દરોડામાં લીલાપર રોડ અને રાજપર ચોકડી નજીકથી વિદેશી દારૂની 5 બોટલ સાથે બે શખ્સને ઝડપી લઈ મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે લીલાપર સ્મશાન રોડ ઉપરથી આરોપી નિલેશ ભરતભાઇ ડાભી રહે.ત્રાજપર, રામકુવા વાળી શેરી, મોરબી વાળાને વિદેશી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા 2800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા દરોડામાં રાજપર ચોકડી પાસેથી પોલીસે જીજે - 36 - કે - 2491 નંબરના બાઇકમાં વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 700 સાથે નીકળેલા આરોપી સારંગ મનીષભાઈ રાવલ રહે.શનાળા, નીતિનનગર વાળાને ઝડપી લઈ 40 હજારના બાઈક સહિત 40,700 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.