વાંકાનેર : સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દાધોળીયા ખાતે મેલડી માતાજીના મંદિર નિર્માણ માટે ગેરકાયદે ટીકીટ છપાવી લોભામણી જાહેરાત સાથે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરવા મામલે વાંકાનેરમાં નર્સરી ચોકડી પાસે મંડપ નાખી લોકોને એકત્રિત કરનાર 13 આયોજક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે પ્રાઇઝ ચિટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ એકટ મુજબ ગુન્હો દાખલ કરી એક આરોપીની અટકાયત કરતા ચકચાર જાગી હતી.
વાંકાનેરની નર્સરી ચોકડી પાસે મંડપ નાખી ઈનામી યોજના અને લક્કી ડ્રોની ટીકીટ વેચાણ થતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા મેલડી માતાજીના નવનિર્માણ મંદીર દાધોળીયા તા.મુળી જી.સુરેન્દ્રનગર લક્કી ડ્રો આયોજકો સનાભાઇ હરજીભાઇ મકવાણા, રહે.લાકડધાર તા.વાંકાનેર જી.મોરબી વાળાની અટકાયત કરી હતી. સાથે જ ડ્રોનું આયોજન કરનાર આરોપી જુગાભાઇ, સુરાભાઇ, રમેશભાઇ, શિવાભાઇ, વિપુલભાઇ, પ્રવિણભાઇ, મેરાભાઇ, વિષ્ણુભાઇ મેલડીમા ગ્રુપ આણંદપરના આયોજક, ભરતભાઇ એચ.ડાભી, ભરભાઇ એમ.વાઘેલા અને મહિપતભાઇ જી.ડાભી, રોહિતભાઇ એમ.વાઘેલા વિરુદ્ધ પોલીસે ધ પ્રાઇઝ ચીટ એન્ડ મની સરકયુલેશન સ્કિમ(બેનીંગ) એકટ ૧૯૭૮ ની કલમ-૪,૫ તથા ભારતીય ન્યાય સહિતા અધિનીયમ-૧૧૨ (૨) મુજબ ગુન્હો નોંધી ડ્રોના બેનર, સ્ટીકર, બુક, ટીકીટ તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1000 કબ્જે કર્યા હતા.