Thursday - Jul 02, 2026

મોરબી અને ટંકારામાં જુગાર રમતા 12 ઝડપાયા

મોરબી અને ટંકારામાં જુગાર રમતા 12 ઝડપાયા

રૂ.90 હજારથી વધુની રોકડ કબ્જે

મોરબી : મોરબી શહેરના સાવસર પ્લોટ અને ટંકારામા ગાયત્રીનગરમાં પોલીસે બે અલગ અલગ દરોડા પાડી 12 જુગારીઓને પાના ટીચતા ઝડપી લઈ 90 હજારથી વધુની રોકડ રકમ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સાવસર પ્લોટમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી પ્રકાશભાઈ ચંદુભાઈ બુદ્ધદેવ, હુસેનશા ઇસ્માઇલશા શાહમદાર અને આરોપી આદમભાઈ સુમારભાઈ ચાનિયા નામના ત્રણ ઇસમોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4900 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં ટંકારા પોલીસે ગાયત્રીનગર સોસાયટી હનુમાન મંદીર નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રાજેશભાઇ નાનજીભાઇ બારૈયા, મહેમુબભાઇ ગનીભાઇ પીલુડીયા, નાશીરભાઇ હુશેનભાઇ મેસાણીયા, આસીફભાઇ હાજીભાઇ જુણાચ, અવેશભાઇ આદુભાઇ અબરાણી, ઉસ્માનભાઇ ગનીભાઇ મકવાણા, જગદીશભાઇ નાનજીભાઇ વાઘેલા, દેવજીભાઇ રમેશભાઇ ખાંભડીયા અને અજયભાઇ વિરજીભાઇ વાઘેલાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 86,850 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.