Sunday - Jul 12, 2026

મોરબીના ફડસરના ખરાબામાંથી 1164 બોટલ દારૂ ઝડપાયો; બુટલેગર ફરાર

મોરબીના ફડસરના ખરાબામાંથી 1164 બોટલ દારૂ ઝડપાયો; બુટલેગર ફરાર

SOG અને સ્થાનિક પોલીસની સંયુક્ત કાર્યવાહી કરી સંતાડી રાખેલા દારૂના જથ્થાને જપ્ત કરી આરોપીની શોધખોળ શરૂ

મોરબી : મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરી પર લગામ કસવાના પ્રયાસો વચ્ચે પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. મોરબી તાલુકાના ફડસર ગામની ખરાબાની જમીનમાં સંતાડી રાખવામાં આવેલા વિદેશી દારૂના જથ્થા પર SOG અને સ્થાનિક પોલીસે દરોડો પાડી કુલ 1164 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર કાવતરાના સૂત્રધાર સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે મોરબી તાલુકાના ફડસર ગામની સીમમાં આવેલી ખરાબાની જગ્યાનો ઉપયોગ દારૂનો જથ્થો છુપાવવા માટે થઈ રહ્યો છે. તેના આધારે ટીમે સ્થળ પર દરોડો પાડતાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 1164 બોટલો મળી આવી હતી. પોલીસે સમગ્ર જથ્થો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.નદરોડા દરમિયાન દારૂનો જથ્થો સંતાડનાર આરોપી પોલીસના હાથે ચઢ્યો નહોતો અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની શોધખોળ તેજ બનાવી છે. સાથે જ આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના માટે સંતાડવામાં આવ્યો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો રાજ્યમાં સપ્લાય કરવા માટે સંતાડી રાખવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે જપ્ત કરાયેલા મુદ્દામાલનું મૂલ્યાંકન કરીને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.