મોરબી:- લગ્ન એટલે એક યાદગાર ક્ષણ એ ક્ષણને દરેક પરિવાર અલગ અલગ રીતે યાદગાર બનાવી કેમેરામાં કંડારતો હોય છે ત્યારે રાપર ગામના દસાડિયા પરિવારે કંઈક નવું અને હંમેશા લોકો માટે પ્રેરણા દાયક રહે એવું કાર્ય પોતાની દીકરીના લગ્નમાં કર્યું છે. વર્તમાન સમયમાં જ્યારે વ્યક્તિ પોતાના સ્વાર્થ પુરતો સીમિત બનતો જાય છે ત્યારે દસાડિયા પરિવારના 11 વ્યક્તિઓએ પોતાની દીકરીના લગ્નમાં અંગદાન નો સંકલ્પ લઈને સમાજને નવી રાહ ચીંધી છે.
મોરબીના રાપર ગામે રહેતા રાજેશભાઈ મનજીભાઈ દસાડિયા અને તેના પત્ની સંગીતાબેન રાજેશભાઈ દસાડીયાની દીકરી આરતીના લગ્નનો શુભ પ્રસંગ હતો ત્યારે પરિવારના લોકો ગામના લોકો સમાજના લોકો અને જાનૈયાઓ સહિતના લોકો હાજર હતા ત્યારે દીકરીને રાજેશભાઈ અને તેના પત્ની દ્વારા જાતજાતના સોના ચાંદીના દાગીને સહિત અનેક ભેટ સોકાદો આપવામાં આવી હતી તેની સાથે સાથ એકની એક દીકરીના લગ્ન પ્રસંગે રાજેશભાઈ દસાડીયા તેમના પત્ની તથા માતા પિતા, કાકા કાકી, ભાઈ ભાભી, બહેન બનેવી, ફઇ ફુવા સહિતના કુલ 11 વ્યક્તિઓએ મળીને અંગદાનનો સંકલ્પ લીધો હતો, મૃત્યુ પછી તેમના શરીરના અંગો અન્ય લોકોને નવું જીવન આપે છે. પોતાના અંગો જરૂરિયાત લોકોને જીવનદાન આપે છે, તેથી આ અંગદાન નો સંકલ્પ કરવામાં આવ્યો હતો,
દીકરીના પિતા રાજેશભાઈ દ્વારા પોતાના દીકરીના શુભ લગ્ન પ્રસંગે કંઈક સમાજને પ્રેરણા મળે તેવું કાર્ય કરવાનું ઈચ્છતા હતા મોરબીના નાનીવાવડી ગામે આવેલ માનવસેવા ગ્રુપના વિપુલભાઈ પડસુંબીયા અને તેને ટીમ સમક્ષ તેમને આ વિચાર વ્યક્ત કર્યો હતો, અને ત્યારે તેઓએ દીકરીના લગ્ન પ્રસંગે અંગદાનનો સંકલ્પ કરવામાં આવે તેવી પ્રેરણા આપી હતી,
તેમને સમજાવ્યું હતું કે જો અંગદાનનો સંકલ્પ કરવામાં આવે અને તમારો શરીરના અંગો જરૂરિયાત મંદ વ્યક્તિઓને દાન કરવામાં આવે તો તેનાથી એક આંખુ કુટુંબ બચી જાય છે,
રાપર ગામના દસાડિયા પરિવાર દ્વારા એક દિવસ તો સૌનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે જો મૃત્યુ પછી પણ અન્ય લોકોને જીવનદાન મળે તો એથી વિશેષ શું હોય, એટલા માટે તેઓએ અંગદાનનો સંકલ્પ કરવાનો નિર્ણય લીધો હતો, રાજેશભાઈ દસાડિયાએ પોતાની એકની એક દીકરીના લગ્ન પ્રસંગે કન્યા વિદાયની સાથે જ તેના પરિવાર સાથે અંગદાનનો સંકલ્પ કર્યો છે, આ સંકલ્પને સુરેન્દ્રનગરના ભાજપના સાંસદ ચંદુભાઈ સિહોરાએ પણ બિરદાવેલ છે.
છેલ્લા વર્ષોમાં લોકોમાં અંગદાન રક્તદાન નેત્રદાન વિશે ઘણી જાગૃતિ આવી છે. ત્યારે અંગદાનમાં સુરત જિલ્લો સૌથી મોખરે છે. ત્યારે હવે ધીરે ધીરે લોકોમાં જાગૃતિ આવી છે ત્યારે સામાજિક કાર્યક્રમો દરમિયાન રક્તદાન નેત્રદાન જેવા સેવાકીય કાર્યો થતા હોય છે પણ કોઈ લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય થાય તેની સાથો સાથ માતા પિતા, દાદા દાદી, કાકા કાકી, બેન બનેવી, ફઇ ફુવા, સહિતના કુલ મળીને એક જ પરિવારના 11 વ્યક્તિઓ દ્વારા અંગદાન નો સંકલ્પ કરવામાં આવે તેવી કદાચ આ પ્રથમ ઘટના હશે, જે આગામી સમયમાં અન્ય લોકો માટે પણ એક પ્રેરણા રૂપ પ્રસંગ બનશે.
અંગદાનના સંકલ્પના દાતાશ્રીઓ
(1) મનજીભાઈ રામજીભાઈ દસાડીયા (દાદા)
(2) દુધીબેન મનજીભાઈ દસાડીયા (દાદી)
(3) રાજેશભાઈ મનજીભાઈ દસાડીયા (પપ્પા)
(4) સંગીતાબેન રાજેશભાઈ દસાડીયા (મમ્મી)
(5) મીતાબેન જયેશભાઈ દસાડીયા (કાકી)
(6) જાગૃતિબેન અશ્વિનભાઈ દસાડીયા (કાકી)
(7) નરેન્દ્રભાઈ મનજીભાઈ દસાડીયા (કાકા)
(8) રમાબેન વાલજીભાઈ વાછાણી (ફઇ)
(9) વાલજીભાઈ છગનભાઇ વાછાણી (ફુવા)
(10) છગનભાઇ વેલજીભાઈ વાછાણી (દાદા)
(11) માણેકબેન રાઘવજીભાઇ ગડારા પુર્વ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખના પત્ની.