મોરબી : મોરબીના શનાળા વિસ્તારમાં આવેલ રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે સીટી એ ડીવીઝન પોલીસે દરોડો પાડતા રહેણાંકમાંથી રમ, વ્હીસ્કીની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 105 બોટલ મળી આવી હતી. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાયો હતો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન શનાળા મુરલીધર હોટલ પાછળ રહેતા આરોપી વિકીભાઈ નારણભાઇ નાટડા પોતાના રહેણાંકમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન આરોપીના ઘરમાંથી અલગ અલગ બ્રાન્ડની રમ વ્હીસ્કીની 29 મોટી બોટલ તેમજ 180 મીલી માપની 76 બોટલ સહિત કુલ 105 બોટલ કિંમત રૂપિયા 19,908 મળી આવતા પોલીસે કબ્જે કરી હતી.જો કે, દરોડા દરમિયાન વિકી નાટડા હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.