હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માથક - ચુપણી રોડ પર શંકાસ્પદ મોટર સાયકલને રોકવા પ્રયાસ કરતા પોલીસને જોઈ આરોપી રાજુ રણછોડભાઈ કોળી રહે.માથક ગામ વાળો પોતાનું નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ મુકી નાસી ગયો હતો.પોલીસે બાઈક ચેક કરતા બાઈકમાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવતા રૂ.1300ની કિંમતની દારૂની બોટલ અને 25 હજારની કિંમતનું બાઈક પોલીસે કબ્જે કરી નાસી ગયેલા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.