Tuesday - May 05, 2026

મોરબી જિલ્લામાં 10 નવી સરકારી માધ્યમિક શાળાને મંજૂરી અપાઈ

મોરબી જિલ્લામાં 10 નવી સરકારી માધ્યમિક શાળાને મંજૂરી અપાઈ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી 160 સરકારી માધ્યમિક શાળાઓ તથા 2 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં 10 નવી સરકારી માધ્યમિક શાળા આપવામાં આવી છે.

મોરબી જિલ્લાને ફાળવવામાં આવેલી શાળાઓની વાત કરીએ તો, હળવદ તાલુકાના સુરવદર, પલાસણ, બુટવડા, વાંકાનેર તાલુકાના ભીમગુડા, વરડુસર, લુણસર અને સતાપર, મોરબી તાલુકાના ઘુનડા (સજ.), રામગઢ અને નવા સાદુળકા ગામે એમ કૂલ 10 સરકારી માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે.