Thursday - Jul 09, 2026

વાંકાનેરમાં બે જુગારના દરોડામાં 10 આરોપી રૂ.52,750 સાથે ઝડપાયા

વાંકાનેરમાં બે જુગારના દરોડામાં 10 આરોપી રૂ.52,750 સાથે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે અલગ અલગ દરોડામાં વાંકાનેર શહેર તેમજ રાજાવડલા ગામ નજીકથી દસ જુગારીઓને રોકડા રૂપિયા 52,750 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સિપાઈ શેરીમાં બાતમીને આધારે દરોડો પાડી આરોપી મુકેશભાઈ ભોગીલાલ શાહ, જયેશભાઈ હરગોવિંદભાઈ મજેઠીયા, વિપુલભાઈ ચંદ્રકાંતભાઈ કોટેચા, ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમભાઈ સુમરા અને આસિફભાઈ ઇકબાલભાઈ માડકીયાને જાહેરમાં તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 18,050 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા દરોડામાં પોલીસે નવા રાજાવડલા નજીક કેનાલ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રહીમભાઈ અબ્દુલભાઇ માડકીયા, અલ્તાફભાઈ આમદભાઈ બ્લોચ, મહેબૂબભાઈ આમદભાઈ શેરસિયા, નજરહુસેનભાઈ વલીમામદભાઈ શેરસિયા અને રમેશભાઈ અમુભાઈ સારલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.34,700 કબ્જે કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.