Thursday - Jul 09, 2026

મોરબીના નાની કેનાલ રોડ ઉપર જીવલેણ ખાડામાં તંત્રના પાપે કાર ખાબકી

મોરબીના નાની કેનાલ રોડ ઉપર જીવલેણ ખાડામાં તંત્રના પાપે કાર ખાબકી

અઠવાડિયાથી મસમોટો ખાડો જેમની તેમજ રાખી દેવાતા 3 થી 4 વાહનો ફસાયા

મોરબી : મોરબીના નાની કેનાલ રોડ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં સંદેશ પાર્ક ગેટ નંબર 2 પાસે પાણીના નિકાલની લાઇન માટે ખોદવામાં આવેલો ખાડો યોગ્ય રીતે બૂરવામાં ન આવતા વધુ એક કાર ફસાઈ ગઈ છે.

નાની કેનાલ રોડ પર સંદેશ પાર્ક ગેટ નંબર 2 નજીક ગટર અને વરસાદી પાણીની લાઇન માટે કુંડી બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી બાદ ખાડો ન પૂરાતા આજે એક કાર ચાલક પોતાની કાર ટર્ન કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ કાર આ ખાડામાં ખાબકી ફસાઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ખાડો છેલ્લા 1 અઠવાડિયાથી આ જ પરિસ્થિતિમાં છે. તંત્ર દ્વારા આ મસમોટો જીવલેણ ખાડો એમનેમ રાખી દેવામાં આવતા અત્યાર સુધીમાં 3 થી 4 જેટલી ગાડીઓ આ ખાડામાં ફસાઈ ચૂકી છે. વહેલી તકે આ ખાડો યોગ્ય રીતે પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

મોરબીના નાની કેનાલ રોડ ઉપર જીવલેણ ખાડામાં તંત્રના પાપે કાર ખાબકી