Monday - Oct 05, 2026

વાંકાનેરના જીનપરામાં યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી કાપી

વાંકાનેરના જીનપરામાં યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી કાપી

વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા શેરી નંબર 13મા રહેતા ગણપતભાઈ વિરજીભાઈ કુમખાણીયા ઉ.વ.25 નામના યુવકે ગઈકાલે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.